ધાર્મિક માહાત્મ્ય:
સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રણાસણ ગામમાં 40 વર્ષ જૂનું ગોગામહારાજનું પવિત્ર ધામ આવેલું છે. અહીં ગોગામહારાજ નાગદેવતા સ્વરૂપે બિરાજમાન છે. તેઓ શેષનાગનો અવતાર હોવાનું મનાય છે. સાથે અખંડ જ્યોત પણ છે.
કહેવાય છે કે કલ્યાણબાપા એક વખત રાતનાં સમયે ખેતરમાં પાણી વાળવા નિકળ્યા ત્યારે એક પાળીમાથી પાણીજાય ત્યાં સુધી બીજી પાંચ પાળી આપમેળે તુટી જતી એ પછી બીજે દિવસ રબારી જીવનભાઈ ગાયો ચરાવવા આવ્યા ત્યારે કલ્યાણબાપા તેમણે આ વાત કહી. જીવનભાઈ એ વખતે નાની ઉમરના હતા એમને ખેતરમાંથી ઘઉની ઉમણી લઈને ઘઉના દાણાસાફ કરી દોઢનાખ્યો ને કીધું કે અહી કોઈક ભૂમિનો ગોગો છે કલ્યાણબાપા એ કેહયુંકે હે જીવનભુવા આ ગોગો સાચો હોય અને આ પીપળીયાના થકમાં દીવો ભરવાથી જો મારો ગોગો પેઢી ધારતો હોય મારા દીકરાઓને સારા ધંધા વારતો હોય એમ કહી દીવો ભર્યો અને પછી પીપળીયાના જાડ પરથી નીચે ઉતરીને નાગ સ્વરૂપે દર્શન આપ્યા. આ ધામ પીપળીયા ગોગા મહારાજ તરીખે ખ્યાતી પામ્યું.આ મંદિરના પહેલા ગાદીપદી કલ્યાણબાપાને ગોગા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા હતા.
ઐતિહાસિક માહાત્મ્ય:
કલ્યાણબાપાના કહ્યા પ્રમાણે પીપળીયા ગોગા મહારાજે તેમનાં ચારે દીકરાઓને સારા ધંધામાં લગાડયા. ચારે દીકરાઓ મળીને એમના સંત ઓધવરામ બાપાના નામથી કરીયાણાની દુકાન રણાસણમાં શરૂ કરી અને એમાંજ એમને ગણી પ્રગતિ કરી બસ ત્યારથી અહીં પીપળીયા ગોગા મહારાજની પૂજા અર્ચના થાય છે.
કલ્યાણબાપાન પૌત્ર દિનેશભાઈ ગોગાજી મહારાજનો પરમ ભક્ત હતો. દરેક પળે તે ગોગા મહારાજનું સ્મરણ કરતો હતો. જીવનભુવા એ તેમણે ગોગા મહારાજની નિશાની આપતા કહયુંકે દિનેશભાઈ ના ઘરે ૯મહિને અને ૯દિવસે પુત્ર આવશે અને ગોગા મહારાજે નિશાની પૂરી કરી.