પીપળીયા ગોગા મહારાજ આરતી

પીપળીયા ગોગા મહારાજ ની આરતી વિડિયો

પીપળીયા ગોગા મહારાજ ની Aarti Lyrics

હે... ગોગાજી ને ચાર ઘર વારો વાસ, ભેળો મારા કલ્યાણબાપા નો સાથ

ઉતારું આરતી રે... બાપા ની આરતી રે...

શોભે રણાસણ નો દરબાર, બાપો સે શેષનાગ નો અવતાર

ઉતારું આરતી રે... ગોગા ની આરતી રે...

હે... ગોગાજી ને ચાર ઘર વારો વાસ, ભેળો મારા કલ્યાણબાપા નો સાથ

ઉતારું આરતી રે... પીપળીયા દેવ ની આરતી રે...

શોભે રણાસણ નો દરબાર, બાપો સે શેષનાગ નો અવતાર

ઉતારું આરતી રે... ગોગા ની આરતી રે...

પેલા યુગે પ્રગટ્યા બાપો વૈકુંઠમાં વર્તાના

વિષ્ણુજીને માથે છત્રછાયા રે કરનારા ...

હો....

પેલા યુગે પ્રગટ્યા બાપો વૈકુંઠમાં વર્તાના

વિષ્ણુજીને માથે છત્રછાયા રે કરનારા ...

ભારભુમિનો જીલનાર ... દુખડા સૌના હરનાર...

ઉતારું આરતી રે... ગોગા ની આરતી રે...

હે... ગોગાજી ને ચાર ઘર વારો વાસ, ભેળો મારા કલ્યાણબાપા નો સાથ

ઉતારું આરતી રે... બાપા ની આરતી રે...

હે.. બીજા યુગમાં પ્રગટ્યા બાપો અવધપુરી દર્શાના રે...

રામચંદ્રના ભ્રાતા , બાપો લક્ષ્મણજી કેહવાના રે...

હો....

બીજા યુગમાં પ્રગટ્યા બાપો અવધપુરી દર્શાના રે...

રામચંદ્રના ભ્રાતા , બાપો લક્ષ્મણજી કેહવાના રે...

હે... બાપો પર્ચાના પુર્ણાર, ધાર્યા કામ રે કરનાર

ઉતારું આરતી રે... પીપળીયા દેવ ની આરતી રે...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.